મઝય્યન જશ્ને પીરૂઝ - Muzayyan Jashne Pirooz - ભક્તિ ગીત અને એનું ગુજરાતી સમજૂતી @alysunderji
મઝય્યન જશ્ને પીરૂઝ - Muzayyan Jashne Pirooz - ભક્તિ ગીત અને એનું ગુજરાતી સમજૂતી  @alysunderji
Uploaded March 2026 | Updated September 2026, 2 weeks ago
મઝય્યન જશ્ને પીરૂઝ અસ્ત અમરૂઝ
બ મોમિન ઈદે નૌરૂઝ અસ્ત ઇમરૂઝ.. ..૧

ચુના ખુરશીદે તાબાં આશકારા
રમુઝે ઇલ્મે મરમુઝ અસ્ત ઇમરૂઝ.. ..૨

કલામે દિલકશ વ ઇલ્મે ઇલાહી
દિલ અંગીઝ વ દિલ અફરૂઝ અસ્ત ઇમરૂઝ.. ..૩

દિલે સાહિબ દિલાં રા ઇલ્મે તૌહીદ
નિકાત આમુઝ વ દિલ દુઝ અસ્ત ઇમરૂઝ.. ..૪

મકાલાતમ ચુના શમ્એ જહાં તાબ
ફરોઝાં નુરે પુર સોઝ અસ્ત ઇમરૂઝ.. ..૫

બ ચશ્મે મન કરીમ ઇબ્ને અલીશાહ
ચુ મેહરે આલમ અફરૂઝ અસ્ત ઇમરૂઝ.. ..૬

ઇમામે વક્ત આગાખાને ચહારમ
બ ગીતી દાનિશ અંદુઝ અસ્ત ઇમરૂઝ.. ..૭

બ હર ફર્દે જમાત દર હમ હાલ
ઇનાયત બખ્શ વ દિલસોઝ અસ્ત ઇમરૂઝ.. ..૮

ઝે મક્તબ ખાના-એ તાલીમ વ દાનિશ
ઇમામે દાનિશ આમુઝ અસ્ત ઇમરૂઝ.. ..૯

હુનરહાયે તરક્કી વ તમદ્દુન
બસા બેહતર ઝે દીરોઝ અસ્ત ઇમરૂઝ.. ..૧૦

સુખન આખર કે દર ચશ્મે જહાં બીન
જહાં યક જલ્વા અફરૂઝ અસ્ત ઇમરૂઝ.. ..૧૧

અદીમ અઝ ફર્દે અવ્વલ બાઝ કુન યાદ
મઝય્યન જશ્ને પીરૂઝ અસ્ત ઇમરૂઝ.. ..૧૨



આજ વિજયી મહોત્સવથી આ સૃષ્ટિ સુશોભિત છે;
મુમુક્ષુ ભક્તો કાજે, આજ નવરોજનું પર્વ ઉદિત છે.. ..૧

જેમ મધ્યાહ્નનો સૂર્ય તેજસ્વી ને પ્રગટ હોય,
તેમ ગુઢ જ્ઞાનના મર્મો આજે સાક્ષાત્ વિદિત છે.. ..૨

આ દિવ્ય વાણી અને ઇશ્વરી જ્ઞાન,
ચિત્તને આહ્લાદિત ને હૃદયને પ્રકાશિત કરનારૂં છે.. ..૩

જ્ઞાનીઓના હૃદય કાજે આ એકેશ્વરવાદ (તૌહીદ) નું વિજ્ઞાન,
ગુઢ રહસ્યોનું બોધક અને હૃદયને વીંધનારૂં છે.. ..૪

મારી આ સ્તુતિઓ જગતને પ્રજ્વલિત કરતા દીપક સમાન,
વિરહ અને ભક્તિના તેજથી અત્યંત પ્રકાશિત છે.. ..૫

મારી દ્રષ્ટિમાં શાહકરીમ ઈબ્ને અલીખાં
સમસ્ત વિશ્વને તેજોમય કરનાર સુર્ય સમાન પ્રતિષ્ઠિત છે.. ..૬

વર્તમાનકાળના સ્વામી, નામદાર આગાખાં ચતુર્થ,
આ સંસારમાં જ્ઞાનના સાક્ષાત્ ભંડારરૂપે વિરાજિત છે.. ..૭

જમાતના પ્રત્યેક સેવક પર, સર્વ અવસ્થાઓમાં,
તેઓ કૃપાના દાતા અને અત્યંત કરુણામય છે.. ..૮

શિક્ષણ અને સદવિદ્યાની આ પાઠશાળામાં,
તેઓ જ્ઞાનનું સંસ્કાર સિંચન કરનારા પ્રભુ છે.. ..૯

પ્રગતિ અને સંસ્કૃતિની આ લલિત કળાઓ,
ગઈકાલની તુલનાએ આજે શ્રેષ્ઠતર અને વિકસિત છે.. ..૧૦

અંતિમ બોધ એ જ કે, જેની પાસે જ્ઞાનચક્ષુ છે,
તેને મન દ્રશતી બ્રહ્માંડ આજે એક દિવ્ય જ્યોતિનું જ દર્શન છે.. ..૧૧

હે “અદીમ”, પ્રથમ પંક્તિનું પુનઃ સ્મરણ કર:
આજ વિજયી મહોત્સવથી આ સૃષ્ટિ સુશોભિત છે.. ..૧૨

مزین جشنِ پیروز است امروز به مؤمن عیدِ نوروز است امروز

چنان خورشید تابان آشکارا رموزِ علمِ مرموز است امروز

کلامِ دلکش و علمِ الهی دل انگیز و دل افروز است امروز

دلِ صاحبدلان را علمِ توحید نکات آموز و دل دوز است امروز

مقالاتم چنان شمعِ جهان تاب فروزان نورِ پر سوز است امروز

به چشمِ من کریم ابنِ علی شاه چو مهرِ عالم افروز است امروز

امامِ وقت آقاخانِ چهارم به گیتی دانش اندوز است امروز

به هر فردِ جماعت در همه حال عنایت بخش و دلسوز است امروز

ز مکتب خانهِ تعلیم و دانش امامِ دانش آموز است امروز

هنرهای ترقی و تمدن بسا بهتر ز دیروز است امروز

سخن آخر که در چشمِ جهان بین جهان یک جلوه افروز است امروز

عدیم از فردِ اول باز کن یاد مزین جشنِ پیروز است امروز

ભક્તિ ગીત નો લેખક: શ્રી ઝમાનુંદીન અદીમ (૧૯૦૪-૧૯૯૯)
ગાયક: ફહીમાબેન સુલ્તાની
અનુવાદ વાંચનાર: શીતલબેન સુતરીયા

અલીસુંદરજી યુટ્યુબ

#alysunderji #ismaili #qasida #nawruz #nowruz #khushiali #farsi #farsipoetry #ZamanuddinAdim #afghanistan #agakhan #અલીસુંદરજી
મઝય્યન જશ્ને પીરૂઝ - Muzayyan Jashne Pirooz - ભક્તિ ગીત અને એનું ગુજરાતી સમજૂતીવ્યક્તિત્વની વિવિધતા - ભાગ ૩ - Diverse Personalities - Part 3સતના સાવજ -  Chapter 1 - ઇશ્કે અલીનું ગજવેલ - પ્રકરણ ૧Ya Ali Khoob Mijaalas - Munaajaat with English TranslationSatgur Saathe Gothadi (Jire Vaala) - Ginan with English Translationહાજીબીબી કેસ ભાગ ૪ - Haji Bibi Case - Part 4Karañi Kamaai Vela Aavore - Aly SunderjiYaa Hayyul Qayyoom Yaa Aliyyul Azeem 🎵 Musical Zikr Tasbihયજ્ઞપતિ - Lord of the Holy Yagna - Gujarati Podcastમજલિસ ૨૬ - ઇમામે નીમેલા અધિકારોની ફરજો - Majlis 26 - Fairness of the Imam-appointed OfficersCode of Conduct - Majlis 7: Obedience to the ImamHow to Sit, Stand, and Talk in the Presence of the Imam - Code of Conduct - Majlis 19
Aly Sunderji |

મઝય્યન જશ્ને પીરૂઝ - Muzayyan Jashne Pirooz - ભક્તિ ગીત અને એનું ગુજરાતી સમજૂતી

SHARE TO X SHARE TO REDDIT SHARE TO FACEBOOK WALLPAPER