Uploaded September 2026 | Updated November 2026, 1 day ago
તમારા શરીર અને મનની શાંત સ્થિતિ પ્રાપ્ત કરો અને થોડી મિનિટ તમારી શ્વસન ક્રિયાનું અવલોકન કરો.
કલ્પના કરો કે આપણી આકાશગંગાના કેન્દ્રમાંથી ગુલાબી રંગનો પ્રકાશીય સ્તંભ ઉત્પન્ન થઇ રહ્યો છે અને તમારા શરીરમાંથી પસાર થઈ પૃથ્વીના કેન્દ્ર માં જઈ રહ્યો છે.
આ પ્રકાશિય સ્તંભને થોડી મિનિટ માટે સક્રિય રાખો.
કલ્પના કરો કે સુંદર દૈવી સ્વરૂપ સ્ત્રી શક્તિ આકાશમાંથી અવતરી રહી છે અને તમારા શરીરમાં પ્રવેશી રહી છે. આ દૈવી હાજરી તમારા આંતરીક સ્ત્રીત્વ ને સંવાદિતા અર્પી રહી છે અને તમને વધુ પ્રેમાળ બનાવી રહી છે.
દૈવી શક્તિની એ ઉપસ્થિતિ સાથે થોડી વાર એકત્વ અનુભવતા રહો.
માનવજાતના નવા ઉચ્ચ આધ્યાત્મિક ભવિષ્યની કલ્પના કરો,
જેમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે પૂર્ણ સમજ હોય ,
કલ્પના કરો કે ભૌતિક અને અધિભૌતિક સ્તરે રહેલ નકારાત્મક જીવો આપણા ગ્રહ પરથી દૂર થવાને કારણે આપણી સમાજ વ્યવસ્થા યુધ્ધ અને સંઘર્ષૉથી મુક્ત વિકસી રહી છે.
કલ્પના કરો કે માનવજાત અને તેના તમામ દુઃખો હિલ થઈ રહ્યા છે અને દરેક વ્યક્તિ પોતાના આંતરિક સ્ત્રીત્વ અને પુરૂષત્વના પૂર્ણ સંતુલન સાથે પોતાના આત્મા તેમજ ઈશ્વર પાસે સીધું માર્ગદર્શન મેળવી રહ્યા છે.
મહેરબાની કરી ઉપરોક્ત કલ્પનાઓ અને સૂચનોનું પૂર્ણ પાલન કરશો, બદલશો નહીં.