એન્ટારિયન કન્વર્ઝન પ્રોટોકોલ - Gujarati guided audio @WeLoveMassMeditation
એન્ટારિયન કન્વર્ઝન પ્રોટોકોલ - Gujarati guided audio  @WeLoveMassMeditation
Uploaded November 2026 | Updated November 2026, 1 day ago
નરકમાંથી સ્વર્ગમાં થતું રૂપાંતરણ એ ક્વોન્ટમ ક્ષેત્રમાં થતા એવા વિક્ષોભો છે જે એન્ટારિયન કન્વર્ઝનના 12:21 રૂપાંતરણ ક્ષેત્રમાંથી પસાર થઈને શુદ્ધ થાય છે અને આ રીતે નરક જેવી પરિસ્થિતિઓને સ્વર્ગીય પરિસ્થિતિમાં ફેરવી નાખે છે.

આ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા પરમ તત્વ અથવા ઈશ્વર અને અતિઉચ્ચ પ્રકાશીય જીવો પૃથ્વી પર જોવા મળતી નરક સમાન પરિસ્થિતિને ક્વોન્ટમ સ્તરે રૂપાંતરિત કરે છે.

પૃથ્વી પરની દરેક પરિસ્થિતિમાં "ફ્રી વિલ" દ્વારા નિર્ધારિત અનેક સંભવિત પરિણામો હોય છે જે વેક્ટર ફિલ્ડ સમીકરણોને આધીન હોય છે અને એન્ટારિયન કન્વર્ઝન પ્રણાલીના શંકુના અંદર તરફના ઢાળ દ્વારા મર્યાદિત હોય છે.

જ્યારે " ફ્રી વિલ" વેક્ટર 12:21 રૂપાંતરણ ક્ષેત્રમાં એકત્રિત થાય છે ત્યારે તરંગ વિધેય વિસર્જિત થાય છે અને પરિસ્થિતિ નિર્માણ પામે છે. ત્યારબાદ એન્ટારિયન કન્વર્ઝન પ્રણાલીના શંકુનો બહાર તરફ જતો ઢાળ ખુલે છે, જે નવી શક્યતાઓ અને નવી સમયરેખાઓના માર્ગ ખોલે છે.

ભવિષ્યની પરિસ્થિતિઓ માટે સંભવિત નકારાત્મક પરિણામોને દૂર કરવાથી પૃથ્વી પર રહેલ તમામ નરક સમાન પાસાઓ ધીમે ધીમે ઘટતા જશે.

Link:

https://www.sisterhoodoftherose.network/post/sisterhood-of-the-rose-interview-with-cobra-12-21-ascension-portal-activation-part-2

વ્યવહારિક રીતે એન્ટારિયન કન્વર્ઝન પ્રોટોકોલનો ઉપયોગ કરીને તમે કોઈપણ નરક સમાન પરિસ્થિતિને સ્વર્ગમાં બદલવાની પ્રક્રિયાને વેગ આપી શકો છો.

એન્ટારિયન કન્વર્ઝન પ્રોટોકોલનો ઉપયોગ કરવા માટે તમે નીચે આપેલ મેડીટેશન નો ઉપયોગ કરી શકો છો.

મેડીટેશન માટેના સૂચનો:

1. સૌપ્રથમ ધ્યાનની પરિસ્થિતિમાં બેસી મનની શાંત સિદ્ધિ પ્રાપ્ત કરો.

2. હવે મનમાં તમારો હેતુ સ્પષ્ટ કરો: " હું આ મેડીટેશન એન્ટારિયન કન્વર્ઝન પ્રોટોકોલના ઉપયોગ દ્વારા ચોક્કસ પરિસ્થિતિને નરકથી સ્વર્ગમાં રૂપાંતરણ કરતી પ્રક્રિયાને ઝડપી બનાવવાના હેતુથી કરૂ છું."

3. હવે આ મેડીટેશન દરમિયાન અને મેડીટેશન બાદ તમારી ફરતે સુરક્ષા ચક્ર રચવા જાંબલી પ્રકાશિય જવાળા અને એમેરાલ્ડ કિરણોને તેમના મૂળ સ્ત્રોતમાંથી આહવાન કરો. હવે તેમને જે કંઈ પણ પ્રાણ ઉર્જા થી વિપરીત છે તે તમામનું સત્વમાં રૂપાંતરણ કરવા કહો.

4. હવે તમામ શક્યતાઓ દર્શાવતા ઉપરના શંકુમાં તમે જે પરિસ્થિતિ બદલવાની ઈચ્છા છે તેની તટસ્થ કલ્પના કરો અને પરિસ્થિતિ સ્પષ્ટ કરો. હવે તમારી અંતઃસ્ફુરણા મુજબ નીચે આપેલ આદેશ મનમાં અથવા મોટેથી બોલો:

"હું અહીં અને હમણાં હાલની પરિસ્થિતિ પર એન્ટારિયન રૂપાંતરણનો હુકમ કરું છું અને આદેશ આપું છું. ફક્ત શ્રેષ્ઠ શક્યતાઓ જ મેનિફેસ્ટ થાય."

5. હવે કલ્પના કરો કે તમારી પરિસ્થિતિ 12:21 એન્ટરિયન કન્વર્ઝન ક્ષેત્ર દ્વારા ફિલ્ટર થઈ રહી છે. હવે તમારી પરિસ્થિતિની ફરતે સુવર્ણરંગી પ્રકાશીય ગોળાની કલ્પના કરો. ત્યારબાદ કલ્પના કરો કે તમારી પરિસ્થિતિ તમામ નકારાત્મક સંભાવનાઓ અને ઉર્જાઓથી મુક્ત થઈ રહી છે.

6. અંતે કલ્પના કરો કે આ પરિસ્થિતિ સુવર્ણ સમય રેખા દરમિયાન શ્રેષ્ઠ શક્ય પરિણામ તરીકે મેનિફેસ્ટ થઈ રહી છે.

પ્રકાશની વિજય!!


વધુ માહિતી માટે:

welovemassmeditation.com/2026/09/antarion-conversion-protocol.html
એન્ટારિયન કન્વર્ઝન પ્રોટોકોલ - Gujarati guided audioMeditação para acalmar atividades vulcânicas - Portuguese (Brazil) guided audioATTIVAZIONE DEL PORTALE DELLASCENSIONE 12:21 PARTE 2, 25 LUGLIO 2026 - Italian Promotional Video 10ज्वालामुखी गतिविधि को शांत करने के लिए ध्यान - Hindi guided audioАКТИВАЦИЯ ПОРТАЛА ВОЗНЕСЕНИЯ 12:21, ЧАСТЬ 2 - Russian guided audioHebrew guided audio - הפעלת ציר הזמן הזהוב האישי১২:২১ অ্যাসেনশন পোর্টাল অ্যাক্টিভেশন পার্ট ২, ২৫শে জুলাই, ২০২৬ - Bangla Promotional Video 1012:21 ACTIVAREA PORTALULUI ASCENSIUNII PARTEA A 2-A, 25 IULIE 2026 - Romanian Promotional Video 10Meditáció a földrengések okozta károk gyógyítására - Hungarian guided audio女神回归冥想 - Chinese guided audioMeditasjon for å helbrede skadene forårsaket av jordskjelvene - Norwegian guided audioMeditatsioon vulkaanilise tegevuse rahustamiseks - Estonian guided audio
We Love Mass Meditation |

એન્ટારિયન કન્વર્ઝન પ્રોટોકોલ - Gujarati guided audio

SHARE TO X SHARE TO REDDIT SHARE TO FACEBOOK WALLPAPER